ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લદ્દાખ મુદ્દે PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી: સૂત્ર

ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, 4 એપ્રિલ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી વાતચીત થઈ નથી. તેમની વચ્ચે છેલ્લી વાતચીત 4 એપ્રિલ 2020 ના રોજ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન વિષય પર હતી. ભારતનું આ નિવેદન ટ્રમ્પના નિવેદન પછી આવ્યું છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, ચીન વિવાદ અંગે મોદીનો મૂડ સારો નથી.

PM Modi
PM Modi

By

Published : May 29, 2020, 11:21 AM IST

નવી દિલ્હી: ચીન અને ભારત વચ્ચે મધ્યસ્થી અંગે રાષ્ટ્રપતિ નાલ્ડ ટ્રમ્પે આપેલા નિવેદનમાં ભારત સરકારના સૂત્રોએ કહ્યું છે ,કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લદ્દાખ પર કોઈ ચર્ચા થઈ નથી. તેમની વચ્ચે છેલ્લી વાતચીત 4 એપ્રિલ, 2020 ના રોજ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન વિષય પર હતી. આ અગાઉ ગુરુવારે વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું હતું કે, અમે રાજદ્વારી સંપર્કો દ્વારા ચીન સાથે સીધા સંપર્કમાં છીએ.

ભારતનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ચીન વિવાદ અંગે મોદીનો મૂડ સારો નથી.

ઉલ્લેખનીય છે કે, લદ્દાખની સરહદ પર ભારત અને ચીન વચ્ચે તણાવનું વાતાવરણ છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, તે સરહદ પર માળખાકીય બાંધકામની કામગીરી ચાલુ રાખશે. જેનો ચીને વાંધો ઉઠાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details