તિરુવનંતપુર (કેરળ): કેરળ માટે હવે રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં કોરોના વાઈરસનો કેસ નોંધાયો નથી.
રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન શૈલજાએ કહ્યું હતું કે, શુક્રવારે કોઈ કેસ નવો કેસ નોંધાયો નથી. તેમજ જે 9 કેસ આવ્યા હતા. તે તમામનો રિપોર્ટ નગેટિવ આવ્યો છે. રાજ્યમાં કરોના પોઝિટિવની સંખ્યા 102 નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે, 17 માર્ચથી 18 માર્ચ દરમિાન કોઈ નવો કેસ નોંધાયો નથી. કન્નૂર અને કાસરગોડના ચાર અને એનાર્નાકુલમના એક વ્યક્તિને રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
પ્રધાને આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, 392 સંક્રમિત લોકો સારવાર કરવામાં આવી છે. 102 લોકોની હાલ વિભિન્ન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે 21,392 આઈસોલેટ કરાયા છે. તો 432 હોસ્પિટલમાં દાખલ છે.
આ ઉપરાંત 27150 લોકોને સેમ્પલની તપાસ થઈ રહી છે. જેમાંથી 26,225 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
કેરળમાં 20 હોટસ્પોટ છે. શુક્રવારે જેમાં 10 સામેલ કરાયા હતા. કન્નૂરમાં 43 કોરોના પોઝિટીવ કેસ નોધાયા છે. સૌથી વધુ કોટ્ટાયમમાં (18) અને ઈડૂક્કી (14) કેસ નોંધાયા છે.
લોકડાઉનના કારણે અન્ય રાજ્યમાં ફસાયેલા 379 લાખ પરપ્રાંતિય કેરળવાસી અને 1.20 લાખ મલયાલી છે. જેમણે પોતાના રાજ્યમાંપરત જવા માટે NORKA વેબસાઈટમાં નોંધણી કરાવવું જરૂરી છે. પોલીસના જણાવ્યાનુસાર 3699 કેસ લોકડાઉનના નિયમનો ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ નોધાયા છે. જેમાંથી 3573 લોકોની ધરપકડ કરવામાં આવી છે.