નવી દિલ્હી : કોરોના વાઇરસના સંક્રમણથી થયેલા મોત મામલે મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે 'ઇન્વેસિવ ટેક્નિક'ને અપનાવવી જોઇએ નહીં. ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચનું કહેવુ છે કે, ડોક્ટર ઉપરાંત પોસ્ટમોર્ટમ રૂમના અન્ય કર્મચારીઓ માટે અંગથી નિકળનારો પદાર્થ અને સ્ત્રાવથી સ્વાસ્થ્ય માટે ખતરો છે.
ભારતીય ચિકિત્સા અનુસંધન પરિષદે ચર્ચામાં વાત કરી છે. પરિષદનું કહેવુ છે કે 'ભારતમાં કોવિડ-19થી મોતના મામલે મેડિકો-લીગલ મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે માનક દિશા-નિર્દેશની છેલ્લી ચર્ચા મુજબ, કોરોના વાઇરસ સંક્રમણના કારણે હોસ્પિટલ ઉપરાંત ડોક્ટર હેઠળ થયેલી મોત નોન-મેડિકો લીગલ કેસનો મામલો છે અને તેમાં પોસ્ટમોર્ટમની જરૂરત નથી અને સારવાર કરી રહેલા ડોક્ટર દ્વારા મોતનું જરૂરી પ્રમાણ પત્ર પણ આપવામાં આવી રહ્યું છે.
ઇન્વેસિવ ટેક્નિકનો સ્વીકાર ન કરો
કોવિડ-19થી થયેલી મોત મામલે જે લોકોના મૃતદેહને હોસ્પિટલમાં લઇ આવવામાં આવે છે, તેને મેડિકો-લીગલ કેસ કહી દેે છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલી આપવામાં આવે છે. જેની માહિતી પોલીસને મોકલવામાં આવે છે. તેવા મામલે મોતના કારણો જાણવા માટે પોસ્ટમોર્ટમની જરૂરિયાત હોય છે.
ચર્ચામાં દિશા-નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, આવા કેસમાં મૃતદેહના ફોરેન્સિક પરીક્ષણ માટે છૂટ આપવામાં આવે છે.
જેમાં કહેવામાં આવ્યુ છે કે કેસમાં આત્મહત્યા, હત્યા અને અકસ્માતના હોય છે. જે કોરોના વાઇરસના સંક્રમણના કેસ પણ હોઇ શકે છે. તપાસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, જો કોઇ ગુનેગાર પર શંકા ન હોય તો પોલીસની પાસે એ શક્તિ છે કે તે નોન-મેડિકો લીગલ કેસ હોવા છતા મેડિકો લીગલ મૃતદેહના પોસ્ટમોર્ટમને છૂટ આપી શકે છે.
બિનજરૂરી મૃતદેહના પરીક્ષણને રોકવામાં આવેે