કર્ણાટક: 70 વર્ષીય મહિલા જે અહીંની હોસ્પિટલમાં કોરોના વાઈરસ ચેપથી સારવાર લઈ રહી છે, તેની સંપૂર્ણ રિકવરી પછી રવિવારે રજા આપવામાં આવી હતી. જેનાથી દક્ષિણ કન્નડ જિલ્લામાં સક્રિય COVID-19 દર્દીઓની સંખ્યા 5 થઈ ગઈ હતી.
સતત આઠમા દિવસે પણ જિલ્લામાં કોરોના વાઈરસનો નવો પોઝિટિવ કેસ નોંધયો નથી. 28 રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જિલ્લામાં કોવિડ -19ના 12 પોઝિટિવ કેસોમાંથી કેસોમાંથી અત્યાર સુધીમાં 7ને રજા આપી દેવામાં આવી છે.
એક મહિલાને 19 માર્ચે તાવ, ઉધરસ અને શ્વાસની તકલીફ સાથે KMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યી હતી. જેમકે તેણીનો તાજેતરનો સાઉદી અરેબિયાનો પ્રવાસ કરી પરત ફરી હતી. 24 માર્ચે તેના નમૂનાને પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ આવે ત્યાં સુધી તેની સારવાર ચાલુ રાખવામાં આવી હતી.
7 એપ્રિલે તેનો નવો રિયોર્ટ નેગેટિવ આવ્યો હતો. રવિવારે તેને 28-દિવસીય હોમ ક્વોરેન્ટાઈન કરી રજા આપવામાં આવી હતી. દક્ષિણ કન્નડમાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલા 32 વધુ નમૂનાઓના રિપોર્ટ આવવાના હજૂ બાકી છે.
ઉદૂપી જિલ્લામાં પણ કોઈ નવા કેસ નોંધાયા ન હતા. રવિવારે આવેલા તમામ 33 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 44 નમૂનાઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.