ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખુશ ખબર, હવે RTGS અને NEFT પર નહીં લાગે કોઈ ચાર્જ - RTGS

મુંબઈઃ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઑનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકો માટે આનંદના સમાચાર આપ્યા છે. આરટીજીએસ (RTGS) અને એનઈએફટી (NEFT) પર ચાર્જિસ કાઢી નાંખવાનો નિર્ણય લીધો છે.

ખુશીના સમાચાર હવે RTGS અને NEFT પર કોઈ ચાર્જ નહી RBI

By

Published : Jun 6, 2019, 5:16 PM IST

RBIએ કહ્યું કે, ડિજિટલ લેવડ-દેવડને વધારવા માટે આ પગલું લેવાામાં આવ્યું છે. તે ઉપરાંત ATM લેવડ-દેવડ પર લાગનાર ચાર્જિસ માટે એક સમિતી બનાવી છે. તે ચર્ચા વિચારણાને અંતે ભલામણ કરશે.

રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) અને નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) દ્વારા થતી લેવડ-દેવડ પર RBI બેંકો પાસેથી ચાર્જ લેતી હતી. બેંક આ ખર્ચ ગ્રાહકો પાસેથી વસુલ કરતી હતી. હવે RBIએ ચાર્જ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.

RBI દ્વારા એક નિવેદન જાહેર કર્યું છે. અને કહ્યું છે કે, ડિજિટલ લેવડ-દેવડને વધારવા માટે RTGS અને NEFT દ્વારા લેવડ-દેવડ પ્રોસેસ પર RBI બેંકો પાસેથી કોઈ ચાર્જ વસુલ નહી કરે. બેંકોને આ ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવો પડશે. આ સંબધમાં એક સપ્તાહ સુધીમાં બેંકોને આ નિર્દેશ આપવામાં આવશે.

RTGS દ્વારા નાણા એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર થતાં હતા. અને તે પણ સેમ ડે. RTGSનો ઉપયોગ મુખ્ય મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે થતો હતો.તેમાં કેટલી મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે કોઈ મર્યાદા નથી. RTGS સિવાય વધુ એક વિકલ્પ છે. NEFT, જેના દ્વારા ઓછામાં ઓછી રકમથી લઈને વધુ મોટી રકમ ટ્રાન્સફર કરી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details