ભુવનેશ્વર: માકપાના મહાસચિવ સીતારામ યુચેરી અને ભાજપના સાંસદ સુબ્રુમણ્ય સ્વામીએ કહ્યું કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસથી ભારતને કોઈ ફાયદો નથી થવાનો અને આ પ્રવાસનો ઉદ્દેશ્ય અમેરિકી અર્થવ્યસ્થાને આગળ વધારવાનો છે. બંને નેતા શનિવારે ભુવનેશ્વરમાં એક સમારોહમાં સામેલ થવા માટે હાજર હતાં.
સુબ્રમણ્યમ સ્વામી બોલ્યાં- 'ટ્રમ્પના પ્રવાસથી ભારતને કોઈ ફાયદો નહીં' - ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસથી ભારતને કોઇ ફાયદો નથી થવાનો. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસીય ભારતના પ્રવાસે આવશે.
સ્વામીએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ આપણા માટે નહીં, પરંતુ અમેરિકાના અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે આવી રહ્યાં છે. આ કારણે આપણા દેશને કોઈ લાભ નથી થવાનો. ભાજપ સાંસદે કહ્યું કે, કેટલાક રક્ષાલક્ષી સમજૂતી થઇ શકે છે. જેથી ભારતને ફાયદો થઇ શકે છે. સ્વામીએ કહ્યું કે, ભારત રક્ષાના સાધનો માટે ચૂકવણી કરી રહ્યું છે અને તેઓ મફ્તમાં નથી આપી રહ્યાં.
સીતારામ યેચુરીએ કહ્યું કે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ભારત પ્રવાસથી ચિંતામાં છીએ. ડોનાલ્ડ ટ્રમ્પ ખેડૂતો માટે છૂટછાંટ લેવા માટે આવી રહ્યાં છે. નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસ માટે ભારતના પ્રવાસે આવી રહ્યાં છે.