શ્રીનગર: અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે. બેઠકમાં ઉપરાજ્યપાલ અને જમ્મુકાશ્મીર પ્રસાશનની બેઠકમાં સીઇઓ અમરનાથ શ્રાઇન બોર્ડ બિપુલ પાઠક અને કેટલાક મોટા પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
મંગળવારે સમાચાર મળ્યા હતા કે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ અમરનાથ યાત્રા અંગે આજે નિર્ણય લઈ શકે છે.
આ પહેલા 17 જુલાઇએ ભારતીય સેનાના અધિકારી બ્રિગેડિયર વી.એસ. ઠાકુરે કહ્યું હતું કે, આતંકવાદીઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર ક્યાંક યાત્રાને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તેમણે કહ્યું કે આવી માહિતી મળી છે કે આતંકવાદીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું કાવતરું કરી રહ્યા છે, પરંતુ સેના સુનિશ્ચિત કરશે કે વાર્ષિક યાત્રા શાંતિપૂર્ણ રીતે થાય.