ન્યૂઝ ડેસ્કઃ ઉત્તર કોરિયાનું ફિશિંગ કેમ્પેન જે કોવિડ -19 થીમ પર આધારીત છે, એક મોટા સાયબર એટેકનું કાવતરું ઘડી રહ્યું છે. ઉત્તર કોરિયાનું હેકર ગ્રુપ 'લૈજારસ' 20 લાખ ભારતીયોને નિશાન બનાવશે. તેઓ ફિશિંગ મારફતે ભારતીઓને દગો કરી શકે છે, છેતરી શકે છે. આ યુક્તિ સાયબર ક્રાઈમના પુસ્તકની સૌથી જૂની યુક્તિ છે, ઘણા લોકો હજી પણ તેમાં છેતરાઇ જાય છે. તેનાથી બચવાનો એક માત્ર રસ્તો છે કે તેમની પદ્ધતિઓ વિશે જાગૃત રહેવું.
કોરોના વાઇરસના માર સહન કરી રહેલા ભારત દેશ પર હવે સાયબર એટેકનો ભય સતાવી રહ્યો છે. સાયબર હેકરો રવિવાર 21 જૂને ભારત સહિત છ દેશો પર હુમલો કરી શકે છે. ઉત્તર કોરિયન હેકર જૂથ 'લૈજારસ' કોવિડ -19 સંબંધિત રાહત કાર્યના નામે આ દેશોમાં લોકોને છેતરવાની યોજના બનાવી રહ્યું છે. આ છ દેશોમાં ભારત પણ શામેલ છે.