નવી દિલ્હી: દિલ્હીના નિઝામુદીન મરકજની ભીડને ખાલી કરવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સરકારના આદેશ અને પોલિસની ચેતવણી બાદ પણ જમાત મસ્જિદ ખાલી ન કરવા જિદ પકડી હતી, ત્યારબાદ અડધી રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ મરકજ પહોંચી અને જમાતને મસ્જિદ ખાલી કરાવવા માટે સમજાવવામાં આવ્યા હતા.
મસ્જિદના મૌલાના સાદ દિલ્હી પોલિસ અને સુરક્ષા એજન્સિઓનો આગ્રહને ઠુકરાવી ચૂક્યા હતા. તેવામાં ગૃહ પ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને આગ્રહ કર્યો કે તે જમાત મસ્જિદ ખાલી કરાવવા માટે આગળ આવે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ગૃહમંત્રાલયના આદેશ પર ડોભાલ 28-29 માર્ચની રાત્રે 2 કલાકે મરકજ પહોચ્યાં હતા. સુત્રના જણાવ્યાં અનુસાર ડોભાલે મૌલાના સાદને સમજાવ્યા અને ત્યાં હાજર લોકોને કોરોના ટેસ્ટ કરાવવા કહ્યું. આ સાથે જ લોકોને ક્વોરેન્ટાઇનમાં રાખવાની વાત કરી.