- નિવાર ચક્રવાત બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી પર સ્થિર
- તમિલનાડુના ચેન્નઈમાં ભારે વરસાદ
- ચક્રાવાત પ્રતિ કલાકે 120-130 કિમી થી 140 કિમી વધવાની સંભાવના
ચેન્નઈઃ નિવાર ચક્રવાત તમિલનાડુમાં સૌથી વધારે કહેર મચાવી રહ્યું છે. હાલ ચક્રવાત ચેન્નઈથી 450 કિમી દુર બંગાળની દક્ષિણ-પશ્ચિમી ખાડી પર છેલ્લા ત્રણ કલાકથી સ્થિર છે. ચક્રવાતને કારણે તમિલનાડુમાં ગત્ત રાતથી (મંગળવાર) વરસાદ વરસી રહ્યો છે. કાલ રાત સુધી ચક્રવાત નિવાર 5 KMP ની ગતી સાથે આગળ વધી રહ્યું છે, આજે (બુધવાર) સવારથી ચક્રવાત તે સ્થાન પર સ્થિર બન્યું છે.
મોસમ વિભાગ કેન્દ્ર ચેન્નઈના ઉપાધ્યક્ષ બાલા ચન્દ્રએ ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, ચેન્નઈથી તુફાન 450 કિલોમીટર દુર છે. તેની ઈન્ટેનસીટી પણ વધાની શક્યતા છે. આ સાથે જ તેમણે કાલે પણ ધોધમાર વરસાદની આગાહી કરી છે.
રદ્દ થઈ ટ્રેન સેવા
મોસમ વિભાગે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ ક્ષેત્ર, આંધ્રપ્રદેશ, રાયલસીમા અને તેલંગાણામાં પણ 25 અને 26 નવેમ્બરે વરસાદ થવાની આગાહી કરી છે. તુફાનની ગતિને ધ્યાને લઈ તમિલનાડુ સરકારે 7 જિલ્લામાં બસ સેવાઓ રદ કરી છે, જ્યારે કેટલાક જિલ્લામાં ટ્રેન સેવા રદ કરી છે.