પટના : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે બિહારમાં 4 રેલીઓ યોજાવાની છે. છપરા, સમસ્તીપુર, મોતીહારી, અને બગહામાં અલગ અલગ રેલીઓેને સંબોધન કરશે. આ પહેલાં આરજેડી નેતા તેજસ્વી યાદવે પોતાના ફેસબુક પોસ્ટમાં મોદીને 11 સવાલ પૂછ્યા છે. તેજસ્વીએ મોદીને બેરોજગારી સહિત કેટલાંય મુદ્દા પર પ્રશ્નો પૂછ્યા છે.
વિકાસમાં બિહાર સૌથી ખરાબ રાજ્ય : તેજસ્વી
તેજસ્વીએ ટ્વીટ કરી લખ્યું કે, માનનીય વડાપ્રધાન બિહારની મુલાકાત પહેલાં હું તમને બિહારના વિકાસ અને સુધારાને લગતા પ્રશ્નો પૂછવા માંગું છું. કારણ કે, તેમના હેઠળ નીતિ આયોગ રિપોર્ટ અનુસાર બિહાર શિક્ષણ, આરોગ્ય અને સતત વિકાસના તમામ ધોરણોમાં બિહાર સૌથી ખરાબ રાજ્ય છે.
- તેજસ્વીના 11 પ્રશ્નો
1 નળ સે જળ યોજના પર વારંવાર અવાજ ઉઠાવતી બિહારની ડબલ એન્જિન સરકાર કુલ બજેટના માત્ર 4 ટકા જ પાણી પુરવઠા અને સૈનિટેશન પર કેમ ખર્ચ કરે છે? અને તે ચાર ટકામાંથી 70 ટકા ભ્રષ્ટાચારમાં કેમ જાય છે?
2 દેશના સૌથી ગરીબ રાજ્યોમાંથી એક બિહારમાં કુપોષણ અને ભૂખમરો પાછળ કુલ બજેટના 2 ટકા કરતા પણ ઓછો ખર્ચ શા માટે થાય છે? બિહારમાં 15 વર્ષથી એનડીએ સરકાર હોવા છતાં કુપોષણ અને ભૂખમરો શા માટે છે?
3 બિહારના યુવાનોએ પીએચડી, એન્જિનિયરિંગ, એમબીએ, એમસીએ કર્યા પછી પણ પટાવાળા અને માળી બનવા માટે કેમ ફોર્મ ભરવું પડે છે ?
4 બિહાર બરોજગારીનું કેન્દ્ર કેમ છે અને બિહારમાં ડબલ ઇંજન સરકારમાં રિકોર્ડ તોડ બેરોજગારી દર 46.6 ટકા કેમ છે?