ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમે 370 કલમ હટાવવાના પક્ષમાં નથી: નીતિશ કુમાર - jammu and kashmir

પટણા: બિહારના CM નીતિશ કુમારે કહ્યું કે, આંતકી પ્રવૃત્તિઓ રોકવા માટે અથવા નિયંત્રિત કરવા માટે જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપનાર બંધારણની કલમ-370 હટાવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, અમે આ કલમ હટાવવાના પક્ષમાં નથી.

સ્પોટ ફોટો

By

Published : Feb 22, 2019, 12:48 PM IST

નીતિશ કુમારે કહ્યું કે, મને લાગે છે કે બંધારણ કલમ-370 હટાવવાની વાત ક્યારે ન થઈ શકે છે. અમે કલમ હટાવવાના સમર્થનમાં પણ નથી. પુલવામામાં આંતકી હુમલા બાદ અલગાવવાદીઓની સુરક્ષા હટાવ્યા બાદ સમર્થન આપતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર જે પણ કરે છે, તે સારુ કરે છે.

રાજકારણમાં કડવાશને કોઈ સ્થાન નથી એમ કહેતા તેમણે કહ્યું કે, રાજકારણમાં કડવાશનો સહારો લે છે, તે પોતે સમાપ્ત થઈ જશે. પુલવામા હુમલા બાદ સમગ્ર દેશ રોષે ભરાયેલો છે. આ મામલે રાજકારણ ન થવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details