ગુજરાત

gujarat

CAAના મુદ્દે CM નીતિશ કુમારની પવન શર્માને સલાહ, "જે જવા માગતું હોય તેને હું શુભેચ્છા પાઠવું  છું."

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પટણાના ગાંધી મેદાન પહોંચ્યા હતાં.  જ્યાં તેમણે મીડિયા સાથે વાત  કરતાં જણાવ્યું હતું કે," પૂર્વ રાજ્યસભા સાંસદ પવન કુમારે પાર્ટીને સમજવાની જરૂર છે. " તેના જવાબ આપીને પવન શર્માએ કહ્યું હતું કે, તેમને દુઃખ પહોંચાડવાનો મારો કોઈ ઇરાદો નહોતો.

By

Published : Jan 23, 2020, 3:41 PM IST

Published : Jan 23, 2020, 3:41 PM IST

nitish-kumar
nitish-kumar

પટણાઃ જનતા દળ યૂનાઈટેડના મહાસચિવ અને પૂર્વ રાજ્યસભા સાંસદ પવન વર્મા દ્વારા નાગરિક સંશોધન કાયદા અને અન્ય મુદ્દાને લીને તેમને મુખ્યપ્રધાનને લખાયેલાં પત્ર અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, "જેને જ્યાં જવું હોય તે જાય. જે જવા માગતું હોય તેને હું શુભેચ્છા પાઠવું છું."

નીતિશ કુમારના આ નિવેદનનો જવાબ આપતા પવન કુમારે કહ્યું હતું કે, "હું નીતીશ કુમારનું સ્વાગત કરું છું. મેં પાર્ટીમાં ચર્ચા કરવાની માગ કરી હતી. મારી મંછા તેમને દુઃખ પહોંચાડવાની નહોતી. હું જાણું છું કે, પાર્ટીમાં વૈચારિક સ્પષ્ટતા હોવી જોઈએ. હું મારા લખેલા પત્રના જવાબની રાહ જોઉ છું. તેના પછી હું નક્કી કરીશ કે આગળ શું કરવું ....

ઉલ્લેખનીય છે કે, નીતિશ કુમાર પટણાના ગાંધી મેદાનના સુભાષ પાર્ક આવ્યાં હતાં. જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતાં પવન શર્મા વિશે પોતાનો મત રજૂ કર્યો હતો. જેમાં મુખ્યપ્રધાને સ્પષ્ટ કર્યુ હતું કે, તેમને પોતાની પાર્ટીના દરેક નેતાને અને ખાસ કરીને પવન શર્મા પ્રત્યે માન છે. પરંતુ પવન શર્મા જે રીતે વિરોધ કરી રહ્યાં છે, તે ખોટું છે. હું પવન શર્માને પાર્ટી તરફથી મુક્ત કરું છું. તેમને જ્યાં જવું હોય ત્યાં તે જઈ શકે છે."

  • વશિષ્ઠ નારાયણને વ્યક્ત કરી નારજગી

JDUના પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહે પણ રાજ્યસભા સાંસદ પવન શર્માની દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને બીજેપી સાથેના ગઠબંધનના નિર્ણય પર જાહેરમાં જવાબ માગવાની વાતને અયોગ્ય ગણાવી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, જ્યારે પાર્ટીની બેઠક થશે ત્યારે આ વિશે ચોક્કસ વાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથેના ગઠબંધન બાદ JDUમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પવન શર્માએ પાર્ટી અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આ નિર્ણય અંગે સ્પષ્ટતા માગી હતી. સાથે જ CAAનો વિરોધ કર્યો હતો અને નિર્ણય પર ફેરવિચારણા કરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details