બિહારના CM નીતિશ કુમારને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી - સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: નીતિશ કુમારને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. 16 ડિસેમ્બર 1991માં થયેલી હત્યાના આરોપના કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. સોમવારે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને સાચો માની અને નીતિશ કુમારને આરોપમાંથી મુક્ત કર્યા છે. પટના હાઇકોર્ટે સુનાવણી સમયે નીતિશ કુમારને નિર્દોષ માન્યા હતાં, ત્યારબાદ પટના હાઇકોર્ટેના નિર્ણયને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
મુખ્યપ્રધાન નીતીશ કુમારને સુપ્રીમ કોર્ટમાંથી પણ મળી રાહત
જણાવી દઇ એ કે, લોકસભા ચૂંટણી પહેલા મુખ્યપ્રધાન નીતિશ કુમારને પટના હાઇકોર્ટમાંથી રાહત મળી હતી. હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે, પંડારક હત્યાકાંડમાં નીતિશ કુમાર વિરૂદ્ધ કેસ નહીં ચાલે. કોર્ટે FIR માંથી નીતિશ કુમારનું નામ દુર કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સુપ્રીમ કોર્ટે પણ તેને કેસમાંથી રાહત આપી છે.