કેન્દ્ર સરકારના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બેદરકારી સામે આવે છે. વરસાદના કારણે પ્રતિમામાં પાણી ગળતર થયું હતું. આ બાબતે કોંગ્રેસે સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસના આક્ષેપ પછી રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી માં વરસાદનું પાણી ક્યાંથી લીકેજ થાય છે તે અંગેનો સંપૂર્ણ અહેવાલ હજી સુધી મળ્યો નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતા ઝાંખી નહીં પડવા દઈએ :નીતિન પટેલ
ગાંધીનગરઃ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની વ્યુઈંગ ગેલેરીમાં પાણી ભરાયું હતું. કોંગ્રેસે આ મુદ્દે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. 3000 કરોડના પ્રોજેક્ટમાં બેદરકારીના પગલે સરકારની ઠેર-ઠેર ટીકા થઈ રહી છે. આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તપાસ કરવાના આદેશ આપ્યા છે.
પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત સહિત ગુજરાતનું ગૌરવ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટની સારસંભાળ રાખવી ફરજ છે. જેથી આમાં કોઈ પણ ભૂલ થઈ હશે તો તેને સુધારવામાં આવશે. આ અંગે ખાસ સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, જરૂર પડશે તો રીપેરીંગ પણ કરવામાં આવશે. નીતિન પટેલે ઉમેર્યુ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાને કોઈ નુકશાન ના થાય, તેની સુંદરતા ઘટે નહીં તેવી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. આ સમસ્યાને ઝડપથી દૂર કરવામાં આવશે. વ્યુઈંગ ગેલેરીમાં પાણી પડ્યું છે તે માટે તપાસ સોંપવામાં આવી છે.