ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નીતિન ગડકરી એનએચએઆઈમાં વિલંબિત કામને લઇને નાખુશ - રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી (એનએચએઆઈ)ના સુસ્ત કામકાજથી ખૂબ નારાજ છે. તેમણે કહ્યું કે, કામમાં વિલંબ કરનારા અધિકારીઓની તસવીરો બિલ્ડિંગમાં લટકાવી દેવી જોઈએ.

nitin-gadkari
નીતિન ગડકરી

By

Published : Oct 29, 2020, 1:57 PM IST

નવી દિલ્હી : સોમવારે ગડકરીએ એક પરિયોજનામાં વિલંબ થતાં અધિકારીઓ પર ફિટકાર વરસાવી હતી. ગડકરીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીના કામમાં વિલંબ થતાં અધિકારીઓ પર નારાજ થયા હતા. ગડકરીએ જણાવ્યું કે, જે અધિકારીઓએ કામ કરવામાં વિલંબ કર્યો છે. તેમની તસવીરો 12 વર્ષ માટે બિલ્ડિંગમાં લટકાવી દેવી જોઇએ. આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી (એનએચએઆઈ) માં સુસ્ત કામકાજથી ખૂબ નારાજ છે.

ગડકરીને એનએચએઆઇમાં વિલંબના કાર્ય પર નારાજગી

ગડકરીએ એનએચએઆઇમાં વિલંબના કાર્ય પર નારાજગી બતાવતા કહ્યું કે, હવે સમય આવી ગયો છે. આવા લોકો પ્રોજેક્ટમાં વિલંબ કરી અડચણ પેદા કરે છે. તેમણે નારાજગી બતાવતા જણાવ્યું કે, આ વિલંબ પર એક શોધપત્ર તૈયાર થવો જોઇએ, જેમાં કામમાં વિલંબ કરનાર સીજીએમ અને જીએમની તસવીરો હોવી જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે આવા અધિકારીઓના રવૈયા પર મને શરમ આવે છે.

ABOUT THE AUTHOR

...view details