નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે મણિપુર માટે 3000 કરોડ રૂપિયાના હાઇવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ માહિતી આપી હતી. આ પ્રોગ્રામ અંતર્ગત 316 કિલોમીટર હાઇવે પ્રોજેક્ટ્સનો ઓનલાઈન શિલાન્યાસ કરવામાં આવશે.
માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી આજે મણિપુર માટે 13 હાઇવે પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ - કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયની માહિતી અનુસાર, માર્ગ પરિવહનના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે મણિપુર માટે 3,000 કરોડ રૂપિયાના હાઇવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.
ગડકરી
મંત્રાલયના નિવેદન મુજબ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરી આજે મણિપુરમાં 13 હાઇવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેઓ માર્ગ સલામતી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેનસિંહ આ વર્ચુઅલ પ્રોગ્રામના અધ્યક્ષ સ્થાને રહેશે. આ દરમિયાન માર્ગ પરિવહન અને હાઇવે રાજ્યપ્રધાન વી.કે.સિંહની સાથે સાંસદ અને ધારાસભ્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.