મુંબઇ : દેશ હજુ કોરોના વાઇરસમાંથી બહાર નથી આવ્યો ત્યાં વાવાઝોડાએ પણ દેશને ઘમરોળ્યુ છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વાવાઝોડાએ સર્જેલા વિનાશ બાદ આજે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડુ આવી શકે છે. જેને ધ્યાનમાં લેતા NDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.
અરબ સાગરમાં ઉદ્ભવેલો દબાવ વાવાઝોડામાં પરીવર્તીત થયો છે અને તે આજે ઉત્તરી મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ફંટાશે.
મુંબઇ પોલીસે ગંભીરતાને સમજતા શહેરમાં 144 કલમ લાગુ કરી દીધી છે. શહેરમાં નિસર્ગ વાવઝોડાના પગલે ફાયર વિભાગના 150 કર્મચારીઓને તૈનાત કર્યા છે. આ ઉપરાંત આજરોજ મુંબઇથી રવાના થનારી 5 ટ્રેનને પણ રદ કરાઇ છે. જ્યારે મુંબઇ આવનારી અન્ય ત્રણ ટ્રેનને ડાયવર્ટ કરાઇ છે.