વિરોધ પ્રદર્શન દરમિયાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ખાતાધારકોને મળ્યા. નિર્મલાએ ખાતા ધારકોને તમામ શક્ય તેટલી સહાયની ખાતરી આપી હતી.
નાણાપ્રધાને કહ્યું કે તેઓ સહકારી બેન્કોની કામગીરી સુધારવા માટે સંસદના શિયાળુ સત્રમાં દરખાસ્તો લાવશે અને આવા કેસથી બચવા પગલા પણ લેશે. વધુમાં તેમણે કહ્યું કે જો જરૂર જણાશે તો કાયદો પણ બદલાવશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે, " અમે બેન્ક ખાતા ધારકોને મદદ કરીશું. તેમણે કહ્યું કે પીએમસી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કો રિઝર્વ બેંક દ્વારા સંચાલિત છે. તેથી, મંત્રાલય અથવા સરકારને તેની સાથે સીધો સંબંધ નથી. આરબીઆઈ આ સમગ્ર મામલા પર નજર રાખી રહી છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "હું આરબીઆઈના ગવર્નર સાથે વાત કરી રહી છુ અને આ મામલે આજે સાંજે ફરી એકવાર તેમની સાથે મુલાકાત કરીશ." તેમણે કહ્યું કે અમે પીએમસી બેન્ક મામલાનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ મામલે ટૂંક સમયમાં આરબીઆઈ અધિકારીઓ સાથે બેઠક થશે."
હાલમાં ટોચની બેન્ક ખાતા ધારકોને 6 મહિના સુધી બેન્કમાંથી માત્ર 25 હજાર રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી છે. આવા સમયે, બેન્ક ખાતા ધારકો તેમના સંપૂર્ણ નાણા પાછા માગે છે. હકીકતમાં, આરબીઆઈએ પીએમસી બેન્ક પર 6 મહિના સુધી ઓપરેટિંગ પ્રતિબંધ લગાવ્યો છે.