નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે, મોંઘવારી નિયંત્રણમાં છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં સુધારના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા છે. તેમણે અર્થવ્યવસ્થા માટે રાહતની જાહેરાત કરતાં કહ્યું કે, મોંઘવારી 4%ના લક્ષ્યથી ખૂબ જ નીચે છે.
હોમ બાયર્સ, એક્સપોર્ટ અને ટેક્સ રિફોર્મ પર નજરઃ
નિર્મલા સીતારમણે કહ્યું કે, અમારું ફોક્સ હોમ બાયર્સ, એક્સપોર્ટ અને ટેક્સ રિફોર્મ પર છે. 45 લાખ રૂપિયા સુધીના મકાનની ખરીદી પર ટેક્સમાં રાહત આપવાના નિર્ણયનો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળશે.
અફોર્ડેબલ, મિડલ ઇન્કમ હાઉસિંગ માટે મોટી જાહેરાત
અફોર્ડેબલ, મિડલ ઇન્કમ હાઉસિંગ માટે સરકારે 10 હજાર કરોડના ફંડની જાહેરાત કરી છે અને અફોર્ડેબલ હાઉસિંગ પર ECB ગાઇડલાઇન્સ સરળ કરવામાં આવશે. વધુમાં જણાવીએ તો ઇસીબી વિન્ડો હેઠળ ભારતની કંપનીઓ અલગ-અલગ સાધનોની મદદથી ખાસ સ્થિતિઓમાં વિદેશથી ઋણ લેવા માટે યોગ્ય છે.
ફોરેક્સ લોન નિયમને વધુ સરળ બનાવવામાં આવ્યા
નાણાપ્રધાને કહ્યું કે, ફોરેક્સ લોન નિયમને સરળ બનાવવામાં આવ્યા છે. તે સાથે જ તેમણે કહ્યું કે, નાના-નાના ડિફોલ્ટ કેસમાં હવે કોઇ કાનુની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ ઉપરાંત 25 લાખ રૂપિયા સુધી ટેક્સ ડિફોલ્ટર્સ પર કાર્યવાહી માટે સીનિયર અધિકારીઓની મંજૂરી જરૂરી હશે.