હાલમાં અભિનંદનના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને તપાસવા વૈજ્ઞાનિક દ્વારા તપાસ કરવામાં આવશે. તેમજ એ પણ તપાસવામાં આવશે કે, પાક સેનાએ અભિનંદનના શરીરમાં કોઈ ચિપ તો નથી લગાવીને. શુક્રવારે અભિનંદનને છૂટ્યા બાદ અટારીથી અમૃતસર લાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ પાલમ એરપોર્ટ પર અભિનંદને પરિવાર સાથે મુલાકાત કરી હતી.
રક્ષા પ્રધાન નિર્મલા સીતારામણે અભિનંદન સાથે હોસ્પિટલમાં કરી મુલાકાત - pilot
નવી દિલ્હીઃ પાકિસ્તાને ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદને છોડી મુક્યો છે, પરંતુ સુત્રોનું માનીયે તો જ્યારે અભિનંદન પાક.માં કૈદ હતો ત્યારે તેને ભારતની ગુપ્ત માહિતી માટે ટોર્ચર કરવામાં આવ્યું હતું. હાલમાં તો અભિનંદનને સેનાની હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યાં છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તાજેતરમાં જ રક્ષા પ્રધાન નિર્મલા સીતારામણે હોસ્પિટલ જઈ અભિનંદનની મુલાકાત લીધી હતી.
Pilot
સુત્રોના કહેવા અનુસાર, અભિનંદને પાકિસ્તાનને કોઈ પણ જાણકારી આપી નથી. પાક સેના અને ISI અધિકારીઓએ ધણીવાર ભારતીય વિંગ કમાંડર પાસેથી વાયુસેના અને રક્ષાને લગતી માહિતી પુછવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અભિનંદનને પાકિસ્તાનને કોઈ ગુપ્ત માહિતી આપી નથી.