ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિર્ભયા કેસઃ ન્યાય મળ્યા બાદ નિર્ભયાના પિતા સાથે Etv ભારતની વાતચીત - nirbhaya case news update

નવી દિલ્હી: એક તરફ નિર્ભયાને ન્યાય મળવાની ખુશી સમગ્ર દેશ મનાવી રહ્યો છે. ત્યારે નિર્ભયાના માતા-પિતાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, તેઓએ તેમની પુત્રી માટે લડાઈ કરી અને તેને ન્યાય પણ મળ્યો. એવામાં તેમની દીકરી પરત તો નહીં આવે પરંતુ તેઓ દેશની અન્ય દીકરીઓ માટે પણ આ લડાઈ ચાલુ જ રાખશે અને તે મહિલાઓ અને બાળકીઓને નિર્ભયાની જેમ ન્યાય અપાવશે.

નિર્ભયા કેસમાં ન્યાય મળવાથી નિર્ભયાના પિતા સાથે Etv ભારતની વાતચીત
નિર્ભયા કેસમાં ન્યાય મળવાથી નિર્ભયાના પિતા સાથે Etv ભારતની વાતચીત

By

Published : Jan 8, 2020, 6:35 PM IST

નિર્ભયાના પિતાનું કહેવું છે કે, ઘણી વખત લોકો સમાજને બદલવાની વાતો કરે છે પરંતુ સમાજની સાથે સાથે અપરાધિઓને બદલવાની જરુર છે. તેમજ માતા-પિતાએ સારા સંસ્કાર આપવાની જરૂર છે. તેમજ તેઓએ કહ્યું કે, જો આરોપીએ જેલમાં જાય છે તો તેમના માતા-પિતાને પણ જેલમાં જવાની જરૂર છે. કારણ કે તેઓ જ તેમને સંસ્કાર આપે છે.

તેમજ નિર્ભયાના પિતાએ નેતાઓ પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, જ્યારે તેઓ નેતા પાસે પોતાની સમસ્યા લઈને જતાં તો નેતા સામે પ્રશ્રો કરીને ભગાડી દેતા હતા. પરંતુ આખરે ન્યાય મળતા તેઓ ખુશ થયા હતા અને કોર્ટનો આભાર માન્યો હતો.

નિર્ભયા કેસમાં ન્યાય મળવાથી નિર્ભયાના પિતા સાથે Etv ભારતની વાતચીત

નિર્ભયાના પિતાએ ન્યાયતંત્ર પર પ્રશ્ર ઉઠાવતા કહ્યું કે, 7 વર્ષથી તે નિર્ભયાને ન્યાય મળે તે માટે લડત ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને નીચલી અદાલત અને હાઈકોર્ટ તરફથી નિર્ણયો પણ મળ્યા હતા. પરંતુ જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તે ખૂબ જ દુ:ખી હતો. જ્યાં લાંબા સમય સુધી કેસ લંબાયો હતો. આવી સ્થિતિમાં તેમણે ન્યાયને લઈને અપીલ કરી કે, ન્યાય પ્રક્રિયામાં પરિવર્તનની જરૂર છે. જ્યાં મહિલાઓને લગતા મામલાને સુપ્રીમ કોર્ટમાં ઝડપી બનાવવા જોઇએ. જેથી સ્ત્રીને ન્યાય અપાવવામાં કોઈ વિલંબ ન થાય અને તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

ABOUT THE AUTHOR

...view details