નવી દિલ્હી: 2012માં નિર્ભયા ગેન્ગરેપ હત્યાકાંડ આરોપીઓના વકીલ એપી.સિંહે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરતા ફાંસીની તારીખ પર રોક લગાવવા માગ કરી છે. જે 1 ફ્રેબુઆરી છે.
નિર્ભયા કેસ: આરોપીઓના વકીલ પટિયાલા હાઉસ પહોંચ્યા - Nirbhaya convicts lawyer
સુપ્રીમ કોર્ટે બુધવારે નિર્ભયા મામલાના એક ગુનેગાર મુકેશની અરજી રદ્દ કરી દીધી હતી. રાષ્ટ્રપતિ દ્વારા તેની દયા અરજી રદ્દ કરવાને લઈને ન્યાયિક સમીક્ષાની માગ કરી હતી. જે બાદ આજે નિર્ભયાના આરોપીઓના વકીલ પટિયાલા હાઉસ પહોંચ્યા હતા અને ફાંસીની સજાને ટાળવા માટે માગ કરી હતી.
નિર્ભયા કેસ : આરોપીઓના વકીલ પટિયાલા હાઉસ પહોંચ્યા
વકીલ એપી.સિંહે દલીલ કરતા દાવો કર્યો છે કે, જેલ નિયમો મુજબ, એક અપરાધ માટે 4 આરોપીઓમાંથી ત્યારે સુધી ફાંસી નથી આપી શકતા, જ્યાર સુધી તમામ આરોપીઓના કાયદકીય વિકલ્પો પૂર્ણ ન થઇ જાય.