નવી દિલ્હી: નિર્ભયા સામુહિક દુષ્કર્મ મામલે કેસમાં ફાંસીના દોષિત મુકેશ કુમાર સિંહે સોમવારે એટલે કે આજે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, રાષ્ટ્રપતિ દ્વારા તેમની દયા અરજી નામંજુર કરવા સામે કરેલી અરજી પર તાકીદે સુનાવણી કરો.
નિર્ભયા કેસ: માફીની નામંજૂરી બાદ મુકેશની SCમાં અરજી, કોર્ટે કહ્યું- 'જો 1 ફેબ્રુઆરીએ ફાંસી છે તો ઝડપ કરો' - નિર્ભયા દુષ્કર્મ કેસ
નિર્ભયા દુષ્કર્મ કેસમાં દોષિત મુકેશકુમાર સિંહે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, મારી અરજી પર તાકીદે સુનાવણી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસીની સજાનું વોરંટ જાહેર કર્યુ હતું, ત્યારબાદ દોષિત મુકેશ સિંહે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી.
![નિર્ભયા કેસ: માફીની નામંજૂરી બાદ મુકેશની SCમાં અરજી, કોર્ટે કહ્યું- 'જો 1 ફેબ્રુઆરીએ ફાંસી છે તો ઝડપ કરો' નિર્ભયા કેસ: દયા અરજી નામંજુર કરવા વિરૂદ્ધ દોષિતની SCમાં તાકીદની સુનાવણી કરવા માગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5856306-thumbnail-3x2-sc.jpg)
32 વર્ષીય સિંહની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 17 જાન્યુઆરીના રોજ નામંજૂર કરી હતી, ત્યારબાદ દોષિતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, 'જો કોઇને પણ ફાંસીની સજા આપવામાં આવે તો તેનાથી વધુ કોઇ તાકીદનું હોઇ શકે નહીં.' અને આ તકે દોષિત સિંહના સલાહકારને સંબંધિત અધિકારી પાસે જવા કહ્યું, કેમકે દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી થવાની છે.
આ કેસમાં તમામ 4 દોષિતોને ફાંસીની સજા સંભળાવવા માટે વોરંટ જાહેર કર્યુ હતું. જે મુજબ 1 ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે તમામ દોષિતોને ફાંસી અપાશે. સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા જાહેર કર્યા બાદ દોષિત સિંહે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરી હતી. જેને રાષ્ટ્રપતિએ નામંજૂર કરી હતી.