નવી દિલ્હી: વિનયે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી દીધી છે. આ દયા અરજીનો નિકાલ જો પહેલી ફેબુ્રઆરી પહેલા ન આવે તો ફાંસીએ લટકાવવાની તારીખમાં ફેરફાર કરવામાં આવી શકે છે. બુધવારે જ વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ પહોંચી છે. હજુ સુધી પવને ક્યૂરેટિવ પિટિશન પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ નથી કરી, જેથી પવન ૩૧મીએ આ પિટિશન દાખલ કરી શકે છે.
નિર્ભયાના આરોપી વિનય શર્માએ દાખલ કરી દયા અરજી - વિનય શર્માએ દાખલ કરી દયા અરજી નિર્ભયા કાંડ
નિર્ભયા કાંડના આરોપીને ફાંસીની સજા એક વખત ફરી ટળી શકે છે. દિલ્હીમાં 2012માં થયેલા નિર્ભયા ગેન્ગરેપ મામલામાં દોષિતોની ફાંસી 1 ફેબ્રુઆરીથી આગળ વધી શકે છે. અક્ષયની પાસે માફી અરજી ઉપરાંત દયા અરજીનો પણ વિકલ્પ બાકી છે. જેથી એક ફેબ્રુઆરીએ થનારી ફાંસી ટાળવામાં આવી શકે છે. જોકે તિહાળ જેલમાં બંધ વિનય શર્માએ રાષ્ટ્રપતિની સમક્ષ દયા અરજી દાખલ કરી છે. તિહાડ જેલના પ્રશાસને કહ્યું કે, દયા અરજી પર ટૂંક સમયમાં જ નિર્ણય કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, નિર્ભયા કાંડના 4 આરોપીઓને 1 ફ્રેબુઆરીના રોજ સવારે 6.00 વાગ્યે ફાંસી આપવામાં આવશે. 4 આરોપીઓમાંથી મુકેશ શર્માની દયા અરજી રાષ્ટ્રપતિની સમક્ષ રાખવામાં આવી હતી. જે ફગાવી દેવામાં આવી હતી, તો બીજી તરફ આરોપી અક્ષયે પણ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી. બુધવારના રોજ ત્રીજા આરોપી વિનય શર્માએ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી હતી. જેના પર બે દિવસમાં નિર્ણય આવી શકે છે.
જોકે વિનય શર્માની દયા અરજી પર ટૂંક સમયમાં જ નિર્ણય આવી શકે છે. જોકે નિર્ણય બાદ તેમની ફાંસી હાલ માટે ટળી શકે છે. દયા અરજી ફગાવ્યા બાદ તેને 14 દિવસનો સમય આપવામાં આવે છે, જેને ફાંસી થવાની હોય. જેથી દયા અરજી ફગાવ્યા બાદ પણ આરોપીઓને 14 દિવસ મળી શખે છે. જેથી તિહાડ પ્રશાસને ફરી એક વખત ડેથ વોરંટ લેવું પડશે.