નવી દિલ્હીઃ નિર્ભયાના દોષીઓ વિરુદ્ધ આજે પટિયાલા કોર્ટમાં ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. દિલ્હી સરકારે બુધવારે આ મામલે ચારેય દોષીઓને ફાંસી આપવાની નવી તારીખ જાહેર કરી છે.
નિર્ભયા કેસ: 20 માર્ચે ગુનેગારોને 'સજા એ મોત'... - નિર્ભયા કેસ ન્યૂજ
નિર્ભયા કેસમાં ગુનેગારોના બધા કાયદાકિય વિકલ્પો સમાપ્ત થઇ ગયાં છે. નિર્ભયા કેસમાં ગુનેગારોની વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટે આજે નવું ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. ચારેય ગુનેગારોને 20 માર્ચે ફાંસી આપવામાં આવશે. નિર્ભયા ગુનેગારોને સવારે 5:30 વાગ્યે ફાંસી આપવામાં આવશે.
nirbhaya case
દોષિતોને મળતા કાનૂની વિકલ્પને લઈ અગાઉ પણ બે વાર ફાંસી અટકી હતી. અંત સમયે દોષી પવન ગુપ્તાએ દયા અરજી કરી હતી. જે અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નકારી કાઢી છે. હવે ચારેય દોષીઓના કાનૂની વિકલ્પ સમાપ્ત થઈ ગયા છે. હવે આ દોષીઓ પાસે ફાંસીથી બચવા માટે કોઈ વિકલ્પ નથી.
પટિયાલા હાઉસ કોર્ટે આજે નવું ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. ચારેય ગુનેગારોને 20 માર્ચે ફાંસી આપવામાં આવશે.
Last Updated : Mar 5, 2020, 3:07 PM IST