નવી દિલ્હી: નિર્ભયા કેસના ચારેય આરોપીઓ ફાંસીથી બચવા માટે રોજ કોઈ નવા નુસખા અપનાવી રહ્યા છે, ત્યારે બુધવારે સુપ્રીમ કોર્ટે દયા અરજી નકારવામાં આવ્યાં પછી દોષી મુકેશ સિંહે ન્યાયિક સમીક્ષા માંગતી જે અરજી કરી હતી તે પણ ફગાવી દીધી છે. હવે મુકેશ સિંહ પાસે ફાંસીમાંથી રાહત મેળવવાના કોઈ વિકલ્પ બચ્યો નથી.
સુપ્રીમ કોર્ટે દોષી મુકેશની પિટીશન ફગાવી, હવે ફાંસી અંતિમ વિકલ્પ
નિર્ભયા સામૂહિક દૂષ્કર્મ કેસમાં દોષી મુકેશ કુમારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક સમીક્ષાની અરજી કરી હતી, જે અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી દીધા છે. આ કેસમાં અન્ય દોષી અક્ષય કુમારે સુપ્રીમ કોર્ટમાં પિટીશન અરજી કરી છે. નિર્ભયાના પરિવારે કોર્ટના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 17 જાન્યુઆરીએ મુકેશની દયા અરજી ફગાવી હતી. જેને શનિવારે ન્યાયિક સમીક્ષાની માંગણી કરી હતી. ગત રોજ દોષી અક્ષય ઠાકુરે પણ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન અરજી દાખલ કરી છે. તિહાર જેલ અધિકારીઓએ મંગળવારે આ વિશે માહિતી આપી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે દયા અરજી નકાર્યા પછી દોષી મુકેશની ન્યાયિક સમીક્ષાની અરજી પર આજે ચુકાદો આપશે.
મહત્વનું છે કે, ટ્રાયલ કોર્ટે બીજી વાર ડેથ વોરન્ટ જાહેર કરી દીધું હતું. જેમાં ચારેય દોષિતોને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે.