નિર્ભયા કેસમાં ગુનેગાર મુકેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 17 જાન્યુઆરીએ ફગાવેલી દયા અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. આ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 17 જાન્યુઆરીએ 32 વર્ષીય મુકેશ સિંહની દયા અરજીને ફગાવી હતી. ચીફ જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ બી.આરગવઇ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચે કહ્યું હતું કે, કોઇ પણ વ્યકિતને ફાંસી પર લટકાવવો છે તો, આનાથી વધારે કંઇ મહત્વપૂર્ણ નથી.
નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટમાં ગુનેગાર મુકેશની અરજી પર આજે સુનાવણી
સુપ્રીમ કોર્ટ નિર્ભયા કેસમાં ગુનેગાર મુકેશની અરજી પર મંગળવારે સુનાવણી કરશે. 12:30 કલાકે જસ્ટિસ આર. ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ.એશ બોપન્નાની બેંચ આ કેસની સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટ
કોર્ટે નિર્ભયા કેસમાં ગુનેગારોને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી આપવા માટે વોરન્ટ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ દિલ્હીમાં 23 વર્ષીય એક વિદ્યાર્થીની સાથે 2012માં 16 અને 17 ડિસેમ્બરની એક રાત્રે હેવાનોએ ચાલતી બસમાં સામૂહિક દુષ્કર્મ આર્ચયું હતું. જે બાદ વિદ્યાર્થીનીને રસ્તા પર ફેકી દેવામાં આવી હતી. 29 ડિસેમ્બરે 2012માં સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં નિર્ભયાનું મોત થયું હતું.
Last Updated : Jan 28, 2020, 12:51 AM IST