નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટ નિર્ભયા દુષ્કર્મ મામેલ ચારેય દોષિતોની ફાંસી ટાળવાના મામલામાં હાઇકોર્ટ આજે ચૂકાદો સંભળાવ્યો છે. નિર્ભયાના દોષિતોને ફાંસીમાં થઈ રહેલા વિલંબ પર કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ અંગે કોર્ટે કહ્યું કે, તમામ દોષિતોને અલગ-અલગ ફાંસી ન થઈ શકે. તમામ દોષિતોને એક સાથે ફાંસી આપવાને યોગ્ય માનવામાં આવી છે.
નિર્ભયા કેસ મુદ્દે દિલ્હી હાઇકોર્ટનો ચૂકાદો: દોષિતોને એક સાથે જ ફાંસી થશે - નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસ
દિલ્હી હાઈકોર્ટ નિર્ભયા દુષ્કર્મ અને હત્યા કેસ મામલે દિલ્હી હાઈકોર્ટએ મોટો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટની અરજી હાઈકોર્ટમાં જ ઉકેલવામાં આવે. કોર્ટના આ ચૂકાદાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, નિર્ભયાના દોષિતોને હવે ટૂંક સમયમાં ફાંસી આપવામાં આવી શકે છે.
કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, તમામ દોષિતોને અલગ-અલગ ફાંસી આપવી જોઈએ. જે દોષિતોની દયા અરજી રાષ્ટ્રપતિ ફગાવી ચૂક્યા છે, તેમને ફાંસી પર લટકાવી શકાય છે. કેન્દ્ર અને દિલ્હી સરકારે 31મી જાન્યુઆરીએ નીચલી અદાલતના આદેશને પડકાર્યો હતો.
4 દોષિતો પૈકી મુકેશ કુમાર સિંહ (32), પવન ગુપ્તા (25), વિનય કુમાર શર્મા (26) અને અક્ષય કુમાર (31) તિહાડ જેલમાં બંધ છે. 17 જાન્યુઆરીએ ટ્રાયલ કોર્ટે ચારેય અપરાધીને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યે તિહર જેલમાં ફાંસી આપવામાં માટે બીજી વખત ડેથ વોરંટ જાહેર કર્યું હતું, પરંતુ સમગ્ર કેસમાં ચારેય દોષીઓએ અલગ અલગ માફી અરજી કરતા ફાંસીની કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે. આ પહેલા 7મી જાન્યુઆરીએ કોર્ટે 22 જાન્યુઆરીને ફાંસીની તારીખ તરીકે નિર્ધારિત કરી હતી.