નવી દિલ્હી: 2012માં થયેલા દિલ્હી સામૂહિક દુષ્કર્મ નિર્ભયા કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા ગુનેગારોના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા નિર્દેશ કરતી એક અરજી દાખલ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.
નિર્ભયા કેસ મુદ્દે દોષિતોની વધુ એક અરજી, દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઈનકાર - NHRC
દિલ્હીમાં નિર્ભયા કેસ અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુનેગારોના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા નિર્દેશ કરતી એક અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી કરવાનો દિલ્હી હાઈકોર્ટે ઈનકાર કરી દીધો છે.
નિર્ભયા કેસના દોષીના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવા માટે NHRCને દિશા માંગવાની અરજીને હાઈકોર્ટનો ઈનકાર કર્યો છે. 2012ના નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફાંસીની સજાના ચાર દોષીના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગે મુખ્ય ન્યાયાધીશ ડી. એન. પટેલ અને ન્યાયાધીશ સી. હરીશંકરની ખંડપીઠે કહ્યું કે, આ અરજી સુનાવણી યોગ્ય નથી કારણ કે, NHRCમાં અરજી પહેલા કરવામાં આવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, દોષિતોની દયાની અરજીની સુનવણી બાકી હોવાને કારણે દિલ્હીની કોર્ટે સોમવારે દોષિતોને ફાંસીનો આદેશ મુલતવી રાખ્યો હતો. આ કેસમાં તમામ દોષિતોને ગત મંગળવારે એક સાથે ફાંસી આપવાની હતી.