નિર્ભયા કેસ: પવન ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ હોવાથી નવો આદેશ ન આવે ત્યાં સુધી ફાંસી નહીં: કોર્ટ - નવી દિલ્હી તાજાસ સમાચાર
નિર્ભયા કેસના દોષિતોની 3 માર્ચે ફાંસી ટાળવાની અરજી પર સોમવારે પટિયાલા હાઉસકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે આગામી આદેશ ન આવે ત્યાં સુધી ચારેય દોષીતોની ફાંસી પર રોક લગાવી છે.

નિર્ભયા કેસ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન ફગાવવામાં આવ્યા પછી દોષી પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી છે. દોષીના વકીલે દલીલ કરી છે કે, જ્યાં સુધી રાષ્ટ્રપતિ તરફથી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી કોર્ટ ડેથ વોરન્ટ પર રોક લગાવવામાં આવે. આ અંગે તિહાડ જેલ પ્રશાસને કોર્ટને કહ્યું છે કે, હવે જજનો કોઈ રોલ નથી. રાષ્ટ્રપતિ અમારી પાસે રિપોર્ટ માંગશે, ત્યાં સુધી દોષિતોની ફાંસી અટકેલી રહેશે.
Last Updated : Mar 2, 2020, 5:51 PM IST