ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તિહાડ જેલના અધિકારીઓની અરજી અંગે 11 ફેબ્રુઆરીએ સુનાવણી

નિર્ભયા કેસમાં ન્યાયાધીશ ધર્મેશ રાણાએ તિહાડ જેલના અધિકારીઓની અરજી પર ચાર દોષીઓનો જવાબ માગ્યો છે. જેની માટે તેમને શુક્રવાર સુધીનો સમય અપાયો હતો. શુક્રવારની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે દોષિતોને નોટિસ ફટકારી છે. આ અરજી પર હવે 11 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.

nirbhaya-case
nirbhaya-case

By

Published : Feb 7, 2020, 9:46 AM IST

Updated : Feb 7, 2020, 2:58 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી અદાલતે નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં તિહાડ જેલના અધિકારીઓએ ગુરુવારે નવું ડેથ વૉરંટ જાહેર કરવાની અરજી દાખલ કરી હતી. જે અંગે કોર્ટે દોષિતોને શુક્રવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતુ.સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે દોષિતોને નોટિસ ફટકારી છે. આ અરજી પર હવે 11 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.

તિહાડ જેલના અધિકારીઓએ આ અંગે કહ્યું હતું કે," રાષ્ટ્રપતિ અગાઉ પણ ત્રણ દોષીઓની દયા અરજીને ફગાવી ચૂક્યાં છે . હવે દોષીઓની કોઈ અરજી પેન્ડીગ નથી."

નોંધનીય છે કે, અધિકારીઓને દિલ્હીની કોર્ટે 5 ફેબ્રુઆરીના આદેશ વિશે અવગત કર્યા હતાં. સાથે જ દોષીઓને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યાં હતાં.

Last Updated : Feb 7, 2020, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details