નવી દિલ્હીઃ દિલ્હીની તિહાર જેલમાં નિર્ભયા કાંડના દોષિતો પવન, અક્ષય, મુકેશ અને વિનય આ ચારેય નરાધમોને સવારે 5:30 ફાંસી આપવામાં આવી હતી.
નિર્ભયા કેસના દોષિતોને અપાઇ સજા-એ-મોત, જાણો ફાંસીનો સમગ્ર ઘટનાક્રમ - નિર્ભયા કેસનો આવ્યો અંત
નિર્ભયા કાંડના ચારેય દોષિતોને એક સાથે ફાંસીના ફંદા પર લટકાવવામાં આવ્યા છે અને ચારેય આરોપીઓેને આજે વહેલી સવારે 5:30 ફાંસી આપવામાં આવી હતી.
nirbhaya case convicts hangd
નિર્ભયા કાંડના ચારેય દોષિતોને એક સાથે ફાંસી અપાઈ હતી. આખરે નિર્ભયાને 7 વર્ષ, 3 મહિના, 4 દિવસ પછી ન્યાય મળ્યો હતો.
જાણો, ફાંસી આપવાનો સમગ્ર ઘટનાક્રમ
- દોષિતોની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી હતી. ત્યારબાદ દોષિતોના વકીલ ફાંસીને રોકવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
- દોષિ પવનના વકીલે અદાલતમાં દોષિનું સ્કૂલનું પ્રમાણપત્ર, સ્કૂલ રજિસ્ટર જેવા પૂરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. પવનના વકીલ એપી સિંહનો દાવો હતો કે, ઘટનાને અંજામ આપતી વખતે તે કિશોર વયનો હતો.
- એસપી સિંહની દલીલ સાંભળ્યા બાદ જસ્ટિસ ભૂષણે કહ્યું કે, આ દલીલ વારંવાર કરવામાં આવી રહી છે. તેમજ જસ્ટિસ ભાનુમતિએ કહ્યું કે, આ દલીલોનો કોઇ આધાર નથી. અમે ઓર્ડર જાહેર કરવાની સ્થિતિ સુધી પહોંચી ગયા છીએ.
- ત્યાર બાદ સમગ્ર દલીલો બાદ સુપ્રીમ કોર્ટે દોષિતોની અરજીને ફગાવી હતી અને નક્કી કરેલા સમયે ફાંસી થવાની હતી.
- ત્યાર બાદ દિલ્હીની તિહાર જેલ નંબર-3માં જેલનો એ સ્ટાફ પહોંચ્યો હતો કે જે અધિકારીઓની હાજરીમાં ફાંસી આપવાની હતી. જેમાં સ્થાનિય DM અને DG પણ સામેલ હતા.
- તિહાર જેલ પ્રશાસન જેલ મેન્યુઅલના હિસાબ પ્રમાણે ચારેય આરોપીઓને નિયમાનુસાર પહેલા ઉઠાડવામાં આવ્યા હતા અને ડોક્ટર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેલમાં ફાંસી ના થાય ત્યાં સુધી બીજા કેદીઓને સેલની બહાર નિકળવા માટે મંજૂરી નહોંતી.
- સુપ્રિમ કોર્ટના નિર્ણયને આવકારી નિર્ભયાની માતાએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 20 માર્ચે અમે નિર્ભયા દિવસ તરીકે ઉજવીશું.
- જેલના અધિકારીઓએ ફાંસીની કોઠીમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. ફાંસી માટે લગભગ 12 ફૂટનો રોડ લગાવવામાં આવ્યો છે. આ રોડ પર ફાંસીના 4 ફંદા લગાવવામાં આવ્યા હતા.
- તિહાર જેલની બહાર લોકોની ભીડ એકઠી થઇ હતી. એ સમયે જેલ પ્રશાસને આખરી તૈયારીઓને અંજામ આપ્યો હતો.
- ત્યાર બાદ દોષિતોને ફાંસી ઘર સુધી લાવવામાં આવ્યા હતા. તે સમયે તેમના પગ બાંધવામાં આવ્યા હતા.
- ફાંસી ઘરમાં પહોંચ્યા બાદ 15 મિનિટથી પણ ઓછા સમયમાં દોષિતોને ફાંસી આપવાની હતી.
- સવારના લગભગ 5:24 વાગ્યાની આસપાસ ચારેય આરોપીઓના ગળામાં ફાંસીનો ફંદો નાખવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને ગણતરીની સેકન્ડોમાં ચારેય આરોપીઓને ફાંસી અપાઇ હતી.