નવી દિલ્હી: નિર્ભયા કેસમાં આરોપીઓએ ફાંસીથી બચવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં હવે દોષી પવને કડકડડૂમાં કોર્ટ અરજી દાખલ કરી છે.
નિર્ભયા કેસ: આરોપી પવનનો નવો પેંતરો, 2 પોલીસકર્મી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ - કોર્ટમાં કરી અરજી
નિર્ભયા કેસના દોષિત પવને ફાંસીથી બચવા માાટેનો વધુ એક પ્રયત્ન કર્યો છે. પવને કોર્ટની કરેલી અરજીમાં મંડોલી જિલ્લામાં 2 પોલીસકર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

etv bharat
અરજીમાં પવને મંડોલી જેલના 2 પોલીસકર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. આરોપ લગાવ્યો છે કે, તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. જેમાં તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને લઈ કોર્ટે જવાબ માંગ્યો છે કે, આ સમગ્ર મામલે સુનાવણી 12 માર્ચે કરવામાં આવશે.