કોંગ્રેસે કહ્યું -" મોદી સરકાર તો પકડી ન શકી પણ એક પત્રકાર નીરવ મોદીને પકડવામાં સફળ થયો છે. મોદી સરકાર કેમ કંઈ કરી શકતી નથી? મોદી કોની રક્ષા કરવા માગે છે? પોતાની કે નીરવ મોદીની?"
લંડનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે નીરવ મોદી, કોંગ્રેસે કહ્યું- 'મોદી હે તો મુમકીન હે' - NIRAV MODI
લંડન: ભારતની તપાસ એજન્સી કૌભાંડી નીરવ મોદીને શોધી રહી છે, ત્યારે લંડનના રસ્તાઓ ખુલ્લેઆમ નીરવ મોદી ફરી રહ્યો છે. વિવિધ બેંક સાથે 13 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર નીરવ મોદી પહેલીવાર કેમેરામાં કેદ થયો છે. એક ખાનગી ચેનલના પત્રકારે રસ્તા પર નીરવ મોદીને ધણા સવાલો કર્યા, પરંતુ નીરવ મોદી તેના કોઇપણ સવાલનો પ્રતિઉત્તર આપ્યો નહીં. માત્ર નો કોમેન્ટ, નો કોમેન્ટ જ બોલતા રહ્યો. નીરવ મોદીના સામે આવ્યાં બાદ કોંગ્રેસે મોદી સરકારને ધણા પ્રશ્નો કર્યા છે.
ફાઇલ ફોટો
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, " દેશના 23000 કરોડ રૂપિયાની લૂંટ ચલાવો અને કોઇને કહ્યાં વગર દેશમાંથી ભાગી જાઓ, ત્યાર બાદ PM સાથે વિદેશમાં ફોટો ખેંચાવો, પુછો હું કોણ છું, અરે છોટે મોદી, બીજુ કોણ? મોદી છે તો ડર શેનો, મોદી હે તો મુમકીન હે."
EDના વરિષ્ઠ અધિકારીઓએ નીરવ મોદીની ધરપકડ કરવા UKના અધિકારીઓને ધણા રિમાઇન્ડર્સ મોકલ્યા છે, પરંતુ લંડનના અધિકારીઓએ નીરવ મોદી વિરૂદ્ધ કોઇ જ કાર્યવાહી કરી નથી.