આપને જણાવી દઈએ કે, નિરવ મોદી પર પીએનબી બેંક પાસેથી 13 હજાર કરોડ રૂપિયાનો કૌભાંડ કર્યાનો આરોપ છે. ત્યાર બાદ દેશ છોડી ભાગી ગયો હતો. હાલમાં મળેલી વિગતો મુજબ નિરવ મોદી લાંબા સમયથી લંડનમાં છૂપા વેશે રહેતો હતાં. જ્યાં આજે તેની ધરપકડ કરવામાં આવી છે.
લંડનમાંથી કૌભાંડી નિરવ મોદીની ધરપકડ - london
ન્યૂઝ ડેસ્ક: PNB કૌભાંડમાં સંડોવાયેલા નિરવ મોદીની હાલ લંડનમાંથી ધરપકડ કરવામાં આવી છે. નિરવ મોદી પર 13 હજાર કરોડનો આરોપ છે. જેને કારણે તેના પર છેતરપીંડી અંતર્ગત તેને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યો છે.
૧૪ હજાર કરોડથી વધુનું ફુલેકુ ફેરવી વિદેશ ભાગી ગયેલો નિરવ મોદી અચાનક લંડનમાં જોવા મળ્યો હતો. નિરવ મોદી ખુલ્લેઆમ લંડનના રસ્તાઓ પર ફરતો જોવા મળ્યો હતો.
નિરવ મોદી વિરુદ્ધ ગયા વર્ષે જ જુલાઇ માસમાં ભારતની અપીલ બાદ ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ આપવામાં આવી હતી. જે સામાન્ય રીતે નિરવ મોદી ક્યાં છે તેની જાણકારી મેળવવામાં મદદરુપ થાય છે. જોકે દેશભરની એજન્સીઓને નિરવ મોદી ક્યાં છે તેની કોઇ જ જાણકારી છેલ્લે સુધી નહોતી મળી. બીજી તરફ એવા પણ અહેવાલો છે કે, નિરવ મોદીએ બ્રિટનમાં પણ પોતાનો નવો વ્યાપાર શરૂ કરી દીધો છે.