આ કારોમાં રોલ્સ રોયસ, પોર્શે, મર્સિડિઝ બેન્ઝની એસયૂવી સહિત કુલ 11 ગાડીનો સમાવેશ થાય છે. જેની કીંમત કરોડોમાં થાય છે. આ કારોની હરાજી કરવામાં આવશે.
ભાગેડું નીરવ મોદીની કારની થશે હરાજી
મુંબઈઃ પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદીની લંડનમાં ઘરપકડ કરવામા આવી છે. નીરવ મોદી પર આરોપ છે કે, તેઓ બેંકના 13,000 કરોડ રૂપિયા લઈને ફરાર થયો હતો. હવે ED અને CBI તેને ભારતમાં લાવવાની તૈયારીઓ કરી રહી છે. આ સમાચારની વચ્ચે EDએ તેના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર નીરવ મોદીની જપ્ત કરેલી કારની તસ્વીરો મુકી છે. આ લક્ઝરી કારોની ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે.
નીરવ મોદીની આ કારોમાં સૌથી મોંઘી કાર છે રોલ્સ રોયસ ઘોસ્ટ. ભારતીય બજારમાં તેની કીમત અંદાજે 5.25 કરોડથી લઈને 6.62 કરોડ સુધી મુકાઈ રહી છે. આ કાર લક્ઝરી ફીચર્સ અને વધુ સ્પેસને કારણે આ કાર બોલીવુડના હીરો-હીરોઈનોને વધુ પસંદ પડે છે. રોલ્સ રોયસ ઘોસ્ટમાં કંપનીએ 6592 સીસીની ક્ષમતાનું એન્જિન લગાવ્યું છે. જે કાર 603.0 બીએસપીનો પાવર આપે છે.
તે ઉપરાંત મર્સિડિઝ બેન્ઝ જીએસ ક્લાસ એસયૂવીની કીમત અંદાજે 70 લાખ રૂપિયા છે. નીરવ મોદીની કારોના કાફલામાં પોર્શની શાનદાર સ્પોર્ટ કાર કેમૈન 718 પણ સામેલ છે. જેની ભારતીય બજારમાં શરૂઆતમાં કીમત 85 લાખથી લઈને 90 લાખ રૂપિયા સુધીની છે. આ લક્ઝરી કારોની સાથે ટોયોટા ફોર્ચ્યુનરને પણ જપ્ત કરી છે. જેની કીમત 27.58 લાખથી લઈને 33.28 લાખ રૂપિયા સુધીની છે. આ ઉપરાંત 58 કરોડના 173 પેઈન્ટિંગ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેની હરાજી કરાશે.