સબરીમાલા મંદિર કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક વયજૂથની મહિલાઓને પ્રવેશ કરવા માટે મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ છેલ્લા 30 વર્ષોથી ચાલી રહ્યો છે. માસિક ધર્મ ધરાવતી મહિલાવર્ગને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવમાં આવે કે, નહીં. આ મંદિર વિશે એવી માન્યતા છે કે, મંદિરમાં બિરાજમાન અયપ્પા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, અને આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું.
બરીમાલા મંદિર કેસમાં સર્વોચ્ચ અદાલતે 9 જજોની બેચ બનાવી સુપ્રીમ કોર્ટે દ્વારા 2018માં સબરીમાલા મંદિરમાં માસિક ધર્મ ધરાવતી મહિલાઓને પ્રવેશ આપવા માટે મંજૂરી આપી હતી. તે બાદ કોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પુનઃવિચારની અરજી પર સુનાવણી માટે 7 જજોની બંધારણ બેંચ પાસે મોકલી આપી હતી. જેની સુનાવણી 3:2થી કરવામાં આવશે.
બંધારણીય બેંચના 14 નવેમ્બરના ચુકાદાનો ઉલ્લેખ કરતા ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે, 2018નો ચુકાદો અંતિમ શબ્દ નથી, કારણ કે, આ મામલાને સાત સભ્યોની બેંચને વિચારણા માટે મોકલી આપવામાં આવ્યો છે.