શ્રીનગર : જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલાવરમાં રસ્તા પરથી ટાટા સૂમો ખીણમાં ખાબકતા 10 લોકોના મોત થયા હતા. તેમજ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મૃતકોમાં 3 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.
જમ્મુ કાશ્મીરના બિલાવરમાં ટાટા સૂમો ખીણમાં ખાબકતા 10નાં મોત - Jammu and Kashmir latest news
જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલાવરમાં ટાટા સૂમો ખીણમાં ખાબકતા 10 લોકોના મોત થયા હતા. તેમજ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
જમ્મુ કાશ્મીર
આ દુર્ઘટના મલાર ગામમાં સાંજે 5.30 વાગ્યે થઇ હતી. જેમાં વાહન ચાલકે પોતોનો કાબૂ ગુમાવતા ટાટા સૂમો 300 ફુટ ઉંડી ખીણમાં પડી ગઇ હતી. આ અકસ્માત બાદ ગ્રામજનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જેમાં સ્થાનિક લોકોની મદદથી 10 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા 6 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા.