નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ ચીન સરહદ પાસે આગ્રિમ એરબેસ પર નાઈટ ઑપરેશન શરૂ કર્યું છે. ગ્રુપ કૈપ્ટન એ. રાઠીએ જણાવ્યું કે, વાયુસેના આધુનિક પ્લેટફોમ અને ઉત્સાહિત સૈનિકોની મદદથી કોઈપણ વાતાવરણમાં ઑપરેશનને પુરુ કરવામાં સ્પેક્ટ્રમનું સંચાલન કરી શકે છે.
રાઠીએ જણાવ્યું કે, વાયુસેનાએ માટે પ્રશિક્ષિત રીતે તૈયાર છે. ગ્રુપ કેપ્ટન રાઠી ભારત-ચીન સરહદના પાસે ફૉરવર્ડ એરબેસના વરિષ્ઠ લડાકુ પાયલટ છે. વાયુસેનાના અપાચે હેલિકૉપ્ટરથી નાઈટ ઑપરેશને અંજામ આપ્યો છે. ભારત-ચીન સરહદ પાસે એક અગ્રિમ એરબેસ પર હેલિકૉપ્ટર સંચાલન કરવામાં આવ્યું છે.
આ સિવાય વાયુ સેનાનું મિગ-29 લડાકુ વિમાને પણ ભારત-ચીન સરહદ પાસે નાઈટ ઑપરેશનમાં ભાગ લીધો છે. સોમવારે મોડી રાત સુધી નાઈટ ઑપરેશનમાં ચિનૂક હેવીલિફ્ટ હેલીકૉપ્ટરનું પણ સંચાલન કરવામાં આવ્યું હતું. ગલવાન ખીણમાં અથડામણ બાદ બંને દેશોની સેનાઓ વચ્ચે તણાવ વધ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન સાથે વાતચીતના ફળસ્વરુપ બંન્ને દેશઓની સેનાઓ નિયંત્રણ રેખાથી પાછી હટવાના સમાચાર સામે આવ્યાં છે.
પૂર્વી લદ્દાખમાં લગભગ 17,000 ફુટ ઉંચી ગલવાન ખીણમાં 15-16 જૂન રોજના ભારતીય સેના અને ચીની સેનાના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા.