ન્યૂઝ ડેસ્કઃ જ્યારે દેશ કોરોના મહામારીના કારણે ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે ત્યારે નેશનલ ઇનૉવેશન ફાઉન્ડેશન ઇન્ડિયા (NIF) કે જે ભારત સરકારના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી ખાતા હેઠળ એક સ્વાયત્ત સંસ્થા છે તેણે તેની ચેલેન્જ કૉવિડ-૧૯ કમ્પિટિશન (C3)માં ભાગ લેવા નવીનતાપૂર્ણ નાગરિકોને આમંત્રણ આપ્યું છે.
રૂચિ ધરાવનાર તમામ શોધકો નીચેના જેવી સમસ્યાઓ કે પ્રશ્નો માટે તેમના સર્જનાત્મક વિચારો અને શોધો સાથે ભાગ લેવા આવકાર્ય છે:-
તેમના મૌલિક સર્જનાત્મક વિચારો, શોધો દ્વારા કોરોના વાઇરસનું પ્રસરણ રોકવું, જે વાઇરસને ફેલાવાને ઘટાડવા કે અટકાવવામાં સરકારના પ્રયાસોને અટકાવવામાં પૂરક બને.
સર્જનાત્મક વિચારો જે પોતાના હાથ, શરીર, ઘરની ચીજો અને ઘર, જાહેર સ્થળો વગેરેને સ્વચ્છ કરવાની પ્રવૃત્તિઓને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકે.
લોકો, ખાસ કરીને ઘરમાં એકલા રહેતા વૃદ્ધોને જીવનજરૂરી ચીજોની પૂર્તિ અને વિતરણ માટેના વિચારો જેમ કે જીવનજરૂરી ઉત્પાદનો અને સેવાઓની ઘરે-ઘરે પૂર્તિ કરવી જેનાથી ઘરથી બહાર જવાની જરૂરિયાત ન રહે.
ચેલેન્જ કૉવિડ-૧૯ કમ્પિટિશન નીચેના માટે પણ વિચારો મગાવે છે:
- લોકો ઘરે રહીને ફાયદારૂપ પ્રવૃત્તિ કરે
- જ્યારે કાચી સામગ્રી મર્યાદિત છે ત્યારે ખાસ કરીને ઘર-વાસના સમયે પોષણ માટે આરોગ્યપ્રદ ભોજન અને રોગપ્રતિકારક શક્તિ વધારવી.
- આરોગ્યકાળજીની ક્ષમતા નિર્માણ માટે (અંગત સુરક્ષાત્મક ઉપકરણ) પીપીઇ અને ત્વરિત નિદાન પરીક્ષણ સુવિધાઓ, કોરોના પછીના સમયમાં અમલ માટે સંપર્કવિહીન યંત્રોનો પુનર્વિચાર કરવો.
- કૉવિડ-૧૯ દરમિયાન દિવ્યાંગો, વિશેષ જરૂરિયાતવાળાઓ અને માનસિક રીતે વિકલાંગ જેવા જનસંખ્યાના વિવિધ લોકોની બદલાતી જરૂરિયાતો.
વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી ખાતાના પ્રાધ્યાપક આશુતોષ શર્માએ કહ્યું, "એનઆઈએફ નાગરિકો દ્વારા સમાવેશક અને પાયાની શોધોને પ્રોત્સાહન આપવું અને તેમાં સુવિધા પૂરી પાડવી તેના પર ખૂબ જ ધ્યાન અને અનુભવ સાથેની અનોખી સંસ્થા છે. શરૂ કરાયેલ પહેલથી માત્ર જાગૃતિ જ નહીં આવે પરંતુ ઉકેલો પૂરા પાડવા અને તેનો અમલ કરવામાં અલગ-અલગ પૃષ્ઠભૂમિ સાથે સમાજના ખૂબ જ વ્યાપક વર્ગને ગાઢ રીતે જોડશે."
પસંદ કરાયેલા ટૅક્નૉલૉજિકલ વિચારો અને શોધોને જાળવી રાખવા અને પ્રસાર માટે સહાય કરાશે. વિચારો અને શોધોની વિગતો અહીં મોકલી શકાય છે:
campaign@nifindia.org
http://nif.org.in/challenge-covid-19-competition
વ્યક્તિ વિશે પૂરી વિગતો (નામ, ઉંમર, શિક્ષણ, વ્યવસાય, સરનામું, સંપર્ક ક્રમાંક, ઇ-મેઇલ) અને વિચાર/શોધ વિશેની વિગતો (ફૉટો અને વિડિયો, જો હોય તો) સુપ્રત કરવાનું રહેશે. ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ જાહેર કરાયેલ C3 વધુ સૂચના ન મળે ત્યાં સુધી રૉલિંગ ધોરણે પ્રવિષ્ટિને સ્વીકારાશે.