ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નીડો તાનિયા હત્યા કેસ: આરોપી ફરમાનને મળ્યા વચગાળાના જામીન - સુનાવણી

નીડો તાનિયાની હત્યાના આરોપી ફરમાનને દિલ્હી હાઈકોર્ટે વચગાળાના જામીન આપી દીધા છે. જસ્ટિસ સુરેશ કૈટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા બાદ ફરમાનને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ હત્યા 2014માં થઈ હતી.

નીડો તાનિયા હત્યા કેસ
નીડો તાનિયા હત્યા કેસ

By

Published : May 20, 2020, 9:59 AM IST

નવી દિલ્હી: 2014માં નીડો તાનિયાની હત્યાના આરોપી ફરમાનને દિલ્હી હાઈકોર્ટે વચગાળાના જામીન આપી દીધા છે. જસ્ટિસ સુરેશ કૈટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા બાદ ફરમાનને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

10,000ના બોન્ડ પર જામીન આપવામાં આવે છે

કોર્ટે ત્રણ મહિનાની મુદત માટે 10,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર ફરમાનને વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે ટાક્યું કે, ફરમાનને ટ્રાયલ કોર્ટમાંથી મળેલી 10 વર્ષની સજામાંથી 7 વર્ષની સજા પુરી થઈ ચૂકી છે.

સુનાવણી કોર્ટે ફરમાન અને અન્ય 3 લોકોને દોષી ઠેરવ્યા છે. આ કેસમાં પવન, સુંદરસિંહ અને સની ઉપ્પલ અન્ય ત્રણ ગુનેગારો છે. પવન અને સુંદરને 7 વર્ષની કેદની સજા તેમજ સની ઉપપ્લને 3-3 વર્ષની કેદની સજા ફટકારી હતી.

CBIએ જામીનનો વિરોધ કર્યો છે

સુનાવણી દરમિયાન CBIએ ફરમાનની જામીન અરજીનો વિરોધ કરતા દલીલ કરી કે, તેમના પર ગંભીર આરોપો છે. ફરમાનની નિયમિત જામીન અરજીને 23 માર્ચે કોર્ટે ફગાવી દીધી હતી.

2014ની ઘટના

અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર નીડો તાનિયાને 29 જાન્યુઆરી, 2014ના રોજ દિલ્હીના લાજપત નગરના કેટલાક દુકાનદારો દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે કારણે નીડોને સારવાર અર્થે AIMS લઈ જવામાં આવ્યો હતો. બીજા દિવસે AIMSમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ દિલ્હીમાં રહેતા ઉત્તર-પૂર્વના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારબાદ આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details