ગુજરાત

gujarat

ભીમા કોરેગાંવ હિંસા કેસઃ NIA ટીમ વધુ તપાસ માટે પુણે પહોંચી

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં કોરેગાંવ-ભીમા યુદ્ધ સ્મારકની પાસે 1 જાન્યુઆરીના રોજ થયેલી હિંસાની વધુ તપાસ કરવા NIAની ટીમ પુણે પહોંચી હતી. કેન્દ્ર સરકારે ગત શુક્રવારે આ મામલે તપાસના આદેશ આપ્યાં હતાં.

By

Published : Jan 28, 2020, 12:30 PM IST

Published : Jan 28, 2020, 12:30 PM IST

ભીમા કોરેગામ હિંસા કેસની તપાસ માટે પુણે પહોંચી NIA ટીમ
ભીમા કોરેગામ હિંસા કેસની તપાસ માટે પુણે પહોંચી NIA ટીમ

પુણે: કેન્દ્ર સરકાર દ્વારા કોરેગાંવ-ભીમા એલ્ગાર પરિષદ મામલે તપાસના આદેશ આપ્યા બાદ NIAની ટીમ પુણે પહોંચી હતી. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય તપાસ એજન્સીની 3 સભ્યોની ટીમ સોમવારના રોજ સવારે પુણે પહોંચી હતી. ટીમ આ મામલે તપાસ કરી રહી છે અને નગર પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

આ મામલો કોરેગાંવ-ભીમા યુદ્ધ સ્મારકની પાસે 1 જાન્યુઆરી 2018ના રોજ જાતિવાદી હિંસાથી જોડાયલો છે. કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ આ કેસની તપાસ પુણે પોલીસ પાસેથી NIAને સોપવામાં આવી હતી. 1 જાન્યુઆરી, 2018ના રોજ કોરેગામ ભીમા યુદ્ધના 200 વર્ષ પૂર્ણ થયા છે. જેથી આયોજિત કાર્યક્રમમાં હિંસા થઇ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અમુક લોકો પર જાતિગત હિંસાને લઇ આરોપો લગાવામાં આંવ્યા છે. જે બાદ ફરિયાદ નોંધાવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details