ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભીમા કોરેગાંવ કેસ: એનઆઈએએ ફાધર સ્ટેઇનની કરી ધરપકડ - એનઆઈએ

એનઆઈએ એ ભીમા કોરેગાંવ કેસમાં ગુરુવારે ફાધર સ્ટેન સ્વામીની ધરપકડ કરી છે. એનઆઈએની ટીમ એસપી સ્તરના અધિકારીના નેતૃત્વમાં ગુરુવારે રાત્રે લગભગ આઠ વાગે ફાધર સ્ટેન સેવામીના બગઈચા સ્થિત આવાસ પર પહોંચી હતી.

NIA
NIA

By

Published : Oct 9, 2020, 12:20 PM IST

રાંચીઃ એનઆઈએ એ ભીમા કોરેગાંવ કેસમાં ગુરુવારે ફાધર સ્ટેન સ્વામીની ધરપકડ કરી છે. એનઆઈએની ટીમ એસપી સ્તરના અધિકારીના નેતૃત્વમાં ગુરુવારે રાત્રે લગભગ આઠ વાગે ફાધર સ્ટેન સેવામીના બગઈચા સ્થિત આવાસ પર પહોંચી હતી.

એનઆઈએના અધિકારીઓએ ફાધર સ્ટેનના ઘરે જઈ તેમને તેમની સાથે એનઆઈએ કેમ્પ ઓફિસે આવવાં કહ્યું હતું. પરંતુ વધતી ઉંમર અને સ્વાસ્થ્યને ઠીક ન હોવાનું કહી ફાધર સ્ટેનએ એનઆઈએને તેમની સાથે જવાની ના પાડી દીધી હતી. તેમ છતાં એનઆઈએની ટીમ સ્ટેન સ્વામીને લઈ ગઈ હતી અને તેમની સંભાળ રાખવા સોલોમન ડેવિડને પણ સાથે લઈ ગઈ હતી.

એનઆઈએ કરી ગેરવર્તણુક

સ્ટેન સ્વામીની ધરપકડ કરવાથી ઝારખંડ જનાધિકાર મહાસભાએ વિરોધ કર્યો છે. મહાસભાએ જ સૌપ્રથમ ટ્વિટર પર ખબર આપી હતી કે સ્ટેન સ્વામીની ધરપકડ કરવામાં આવી છે. મહાસભાએ દાવો કર્યો છે કે એનઆઈએ પાસે કોઈ વોરન્ટ નહોતું, ટીમ બળજબરીપુર્વક સ્ટેનને સાથે લઈ ગઈ.

એનઆઈ, મહારાષ્ટ્ર એટીએસ પણ કરી ચુકી છે કાર્યવાહી

એનઆઈની ટીમ છ ઓગસ્ટે દિલ્હીથી આવી હતી. ત્યારે લગભગ ત્રણ કલાક સુધી ભીમા કોરેગાંવ કેસ સંબંધિત ફાધર સ્ટેનની પુછપરછ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details