નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) એ પશ્ચિમ બંગાળ અને કેરળના અર્નાકુલમમાં અલકાયદા જુથનો ભાંડો ફોડ્યો છે. NIAની રેડ બાદ અલકાયદા સાથે જોડાયેલા નવ આંતકીઓની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા નવ આતંકવાદીઓમાંથી ચારના નામનો ખુલાસો થયો છે. જેમાં પશ્ચિમ બંગાળના લીયુ યીન અહમદ, અબુ સુફિયાન અને કેરલના મોસરાફ હુસૈન અને મુર્શીદ હસન સામેલ છે.
મળતી માહિતી અનુસાર એનઆઈએની ટીમે બાતમીના આધારે પશ્ચિમ બંગાળ અને કેરળમાં રેડ પાડી દેશ પર આવનાર જોખમથી બચાવ્યાં છે. એલઆઈએ એ અલકાયદાના સંચાલકોને ત્યાં રેડ પાડી આતંકવાદીઓની ધરપકડ કરી છે. જોકે હજી પણ કેટલાકની ધરપકડ થઈ શકે છે.
અલકાદા મોડ્યુલ પાસે મોટા જથ્થામાં ડિઝિટલ ઉપકરણો, દસ્તાવેજ, જિહાદી સાહિત્ય, ધારદાર હથિયારો અને દારુગોળો મળી આવ્યો છે.
આ આરોપીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી અલકાયદા આંતકવાદીઓ દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યા હતા અને રાજધાની સહિત અનેક સ્થળો પર હુમલો કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યાં હતાં.