ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રક્ષા પ્રધાન રાજનાથ સિંહ આવતા મહિને રાફેલ લેવા ફ્રાન્સ જશે - ફ્રાન્સમાં કરાર થયેલા 36 રાફેલ

નવી દિલ્હી: રક્ષા પ્રધાન રાજનાથ સિંહ આઠ ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાના સ્થાપના દિવસ નિમિતે પેરિસ જશે. હકીકતમાં રાજનાથ સિંહ ફ્રાન્સમાં કરાર થયેલા 36 રાફેલ વિમાનની ડિલીવરી પહેલા વિમાનની ઔપચારિક રીતે તેને ગ્રહણ કરશે.

ians

By

Published : Sep 11, 2019, 11:02 AM IST

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો રક્ષા પ્રધાનની સાથે વિમાન લેવા માટે રક્ષા સચિવ અજય કુમાર તથા વરિષ્ઠ અધિકારી પણ તેમની સાથે રહેશે. આ માટે સાત ઓક્ટોબરના રોજ ફ્રાન્સ જવા રવાના થશે. રાફેલ વિમાન ભારતને સોંપવામાં માટે ત્યાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફ્રાન્સના રક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ પણ હાજર રહેશે.

આ યાત્રા દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે રક્ષા સંબંધિત અને મુદ્દાઓ પર ચર્ચા કરવાનો ઉપલક્ષ રાખેલો છે.ભારતીય વાયુસેનાની ટીમ અગાઉથી ત્યાં હાજર છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ફ્રાન્સ સાથે 2016માં 36 રાફેલ વિમાન સરકારી કરારો મુજબ ખરીદ્યા છે. આ વિમાની કિંમત લગભગ 58000 કરોડ રુપિયા છે. ભારતીય વાયુસેના પહેલાથી રાફેલ વિમાનને સામેલ કરવા માટેની પુરતી તૈયારી કરી લીધી છે. હમણા જ વડાપ્રધાન મોદી ફ્રાન્સના પ્રવાસે હતા ત્યારે આ અંગેની વિસ્તૃત ચર્ચા પણ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details