ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર...

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં...

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર
NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર

By

Published : Feb 7, 2021, 7:22 AM IST

આજે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા રાજકોટમાં રોડ શો યોજશે

આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદીયા આજે રાજકોટની મુલાકાતે છે. શનિવારે અમદાવાદમાં સફળ રેલી બાદ આજે રાજકોટમાં 20 કિલો મીટરનો રોડ શો કરશે.

આજે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા રાજકોટમાં રોડ શો યોજશે

AIMIMના ચીફ અસદુદ્દીન ઔવેસી આજે ભરૂચ અને અમદાવાદમાં જન સભાને સંબોધન કરશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને AIMIMના ચીફ અસદ્દુદ્દીન ઓવૈસી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર અર્થે ગુજરાત આવી ચુક્યા છે. આજે સવારે ભરૂચથી AIMIM માટે પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. જ્યારબાદ સાંજે અમદાવાદ ખાતે જાહેર સભાને સંબોધન કરશે.

AIMIMના ચીફ અસદુદ્દીન ઔવેસી આજે ભરૂચ અને અમદાવાદમાં જન સભાને સંબોધન કરશે

વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે

આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળનાં હલ્દિયાની મુલાકાતે જશે. જ્યાં કરોડોનાં ખર્ચે તૈયાર કરાયેલા વિકાસનાં અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે

કેન્દ્વીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે

કેન્દ્વીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવશે. જ્યાં આગામી 21 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપનાં હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી શકે છે.

કેન્દ્વીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે

આજથી 4 દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી 4 દિવસ માટે મળનારી છે. આ બેઠકમાં બોર્ડનાં સદસ્યો દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનિતી અંગે ચર્ચા કરવામાં આવશે.

આજથી 4 દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામની લેશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનાં પશ્ચિમ બંગાળ પ્રવાસ બાદ આસામની મુલાકાતે જશે. જ્યાં ભાજપનાં હોદ્દેદારો સાથે મુલાકાત કરીને વિકાસનાં કાર્યોનું નિરીક્ષણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામની લેશે મુલાકાત

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં આજે મહાપંચાયત યોજાશે

કૃષિ કાયદાઓનાં વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પગલે પંજાબ અને હરિયાણામાં મહાપંચાયતોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજે હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં મહાપંચાયત યોજાશે. જેમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત હાજરી આપશે.

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં આજે મહાપંચાયત યોજાશે

ઓડિશામાં આજથી 3 દિવસ કોલ્ડવેવની આગાહી

IMD દ્વારા ઓરિસ્સાનાં 18 જિલ્લાઓમાં આજથી ત્રણ દિવસ માટે કોલ્ડ વેવની આગાહી કરી છે. આ આગાહી સાથે IMD દ્વારા યલો વોર્નિંગ પણ આપવામાં આવી છે.

ઓરિસ્સામાં આજથી 3 દિવસ કોલ્ડવેવની આગાહી

મ્યાનમારમાં હિંસા: 12નાં મોત

મ્યાનમારમાં સૈન્યના બળવા બાદ થયેલા સશસ્ત્ર હુમલામાં 12 લોકો માર્યા ગયા છે. આ હુમલો મ્યાનમારનાં ભૂતપૂર્વ નેતાનાં કાફલા પર કરવામાં આવ્યો હતો. મૃતકોમાં 9 સામાન્ય નાગરિકો અને 3 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

મ્યાનમારમાં હિંસા: 12નાં મોત

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ

દેશનાં બે ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાનારી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સિરીઝની પ્રથમ મેચ હાલમાં ચેન્નઈ ખાતે ચાલી રહી છે. આજે પ્રથમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ છે. બીજા દિવસનાં અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 8 વિકેટે 555 રન હતો.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ

ABOUT THE AUTHOR

...view details