ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ ટ્વીટર બાદ ઈન્સ્ટા-ફેસબુક અને યૂટ્યૂબ એકાઉન્ટ પણ મહિલાઓને સોપ્યું - હેપી વુમન્સ ડે

કાશ્મીરની અરિફા જાનની કહાનીનો વીડિયો કે પછી બોમ્બ વિસ્ફોટમાં બચી ગયેલી માલવિકા અય્યરનો વીડિયો...જ્યારે આ વીડિયોને વડાપ્રધાન મોદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો તો, તેને ઘણું પ્રોત્સાહન મળ્યું. જો કે આજે મહિલા દિવસ નિમિતે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના એકાઉન્ટસને પ્રેરણાદાયી મહિલાઓને સોંપી દીધા છે.

nrendra modi social media account
nrendra modi social media account

By

Published : Mar 8, 2020, 11:28 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ નિમિતે રવિવારે ફક્ત ટ્વિટર હેન્ડલનું નિયંત્રણ પ્રેરણાદાયી મહિલાઓને સોંપ્યું અને પોતાનું સોશ્યલ મીડિયોનું પ્લેટફોર્મ પણ સોંપી દીધું છે.

કાશ્મીરની અરિફા જાનની કહાનીનો વીડિયો કે પછી બોમ્બ વિસ્ફોટમાં બચી ગયેલી માલવિકા અય્યરનો વીડિયોને મોદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો તો, અય્યરના વીડિયોને 40 હજાર લોકો જોઇ ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે, વડાપ્રધાનના આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડા ત્રણ કરોડ ફૉલોઅર્સ છે.

આવી રીતે, વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબ પર લગભગ સાડા ચાર કરોડ સબ્સક્રાઇબર છે, જ્યા આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. જો કે, શહેરી જલ સંરક્ષણવાદી કલ્પના રમેશના એક વીડિયોને માત્ર 1,820 લોકોએ જોયો હતો. પરંતુ ફેસબુકના મામલે 40 મિનિટની અંદર આ વીડિયોને 67 હજાર લોકોએ જોયો અને 464 લોકોએ શેર પણ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, રવિવારે વડાપ્રધાન મોદીએ ઘોષણા કરી હતી કે મહિલા દિવસ નિમિતે 7 મહિલાઓ પોતાની જીવન યાત્રા મોદીના એકાઉન્ટ પર શેર કરશે.

પોતાના એકાઉન્ટને આ મહિલાઓને સોંપ્યા પહેલા મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ’આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના. અમે નારી શક્તિની ભાવના અને ઉપલબ્ધિઓને સલામ કરીએ છીએ. જેમ કે કેટલાંક દિવસ પહેલા કહ્યું હતું કે, મહિલા દિવસના દિવસે પોતાના એકાઉન્ટ 7 સફળ મહિલાઓને સોંપી દઇશ. મારા એકાઉન્ટ મારફતે તે પોતાના અનુભવ શેર કરશે અને લગભગ તમારી સાથે વાત પણ કરશે.’

ABOUT THE AUTHOR

...view details