હોશિયારપુર: પંજાબના હોશિયારપુરમાં એરફોર્સના ફાઇટર હેલિકોપ્ટર અપાચેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અપાચે હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગનો આ પહેલો કેસ છે. તમામ મુસાફરોને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ સિવાય, હેલીકોપ્ટરને પણ કોઈ નુકસાન નથી થયું. ગયા વર્ષે જ ભારતે યુએસ પાસેથી અપાચે હેલિકોપ્ટરની ખરીદી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ બાદ હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાવી પડી હતી.
પંજાબના હોશિયારપુરમાં અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ
પંજાબના હોશિયારપુરમાં એરફોર્સના ફાઇટર હેલિકોપ્ટર અપાચેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અપાચે હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગનો આ પહેલો કેસ છે. સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત છે.
પંજાબના હોશિયારપુરમાં અપાચે હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગ
અપાચે હેલિકોપ્ટર વિશ્વનું સૌથી શક્તિશાળી હેલિકોપ્ટર માનવામાં આવે છે અને તેનું નિર્માણ અમેરિકન વિમાન કંપની બોઇંગ કરે છે. ભારતે આ હેલિકોપ્ટરની ખરીદી માટે અમેરિકા સાથે કરાર કર્યો છે. જે અંતર્ગત 22 હેલિકોપ્ટર ખરીદવાના છે અને 8 હેલિકોપ્ટરની ડિલિવરી ભારતને મળી ચૂકી છે.