જો કે, તેમના પ્રવક્તાએ વડાપ્રધાનના લગ્નની તારીખ નક્કી અંગે અને લગ્નનો પ્રસ્તાવ કોણે પહેલા મુક્યો તે અંગે કંઈ જણાવ્યું નથી.
પ્રેમી સાથે લગ્ન કરશે ન્યૂઝિલેન્ડની વડાપ્રધાન - pm
વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડની વડાપ્રધાન જેસિંડા અર્ડર્ન ઘણાં સમયથી તેમના પ્રેમી ક્લાર્ક ગેફોર્ડ લગ્નના તાંતણે બંધાવા જઈ રહી છે. અર્ડર્ન અને ગેફોર્ડના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પ્રેમી જોડા ઇસ્ટરની રજાઓના સમયે લગ્ન કરશે. બંનેને એક નીવ નામની છોકરી પણ છે.
પ્રેમી સાથે લગ્ન કરવા જઇ રહી છે ન્યુઝીલેન્ડની વડાપ્રધાન
વધુમાં તેમના પ્રવક્તાએ જણાવ્યું કે, " આ સિવાય હું કંઈ કહી શકું તેમ નથી, તેમણે સગાઇ કરી લીધી છે અને આ બધુ ઇસ્ટર પર જ થયું હતું. અર્ડર્ને ગત વર્ષે જૂન મહીનામાં નીવને જન્મ આપ્યો હતો. તે વડાપ્રધાન પદ પર રહેતા બાળકીને જન્મ આપનારી દુનિયાની બીજી વડાપ્રધાન છે. બાળકીના જન્મ પછી તેને ગેફોર્ડના ઘર પર રહીને બાળકીની સારસંભાળ કરી હતી.